EPISODE · Feb 7, 2021 · 18 MIN
Bhagvat Puran Skandh 5 Adhyay 8
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
પુલહાશ્રમમાં ભરતજી ભગવાન ભક્તિ માં રચ્યાપચ્યા હતા. એ સમયે એક વખત તેમણે નદીમાં એક હરણીનું મૃત્યુ થતાં જોયું અને તેના બાળકને તરફડતા જોઈને આ મૃગબાળને તેમને બચાવી લીધું. થોડા જ વખતમાં ભરતજીને આ મૃગબાળ જોડે એટલી માયા બંધાઈ ગઈ કે તેઓ ભગવાનની ભક્તિ નો ભાવ ભૂલી ગયા અને તેમનામાં હું પણું પાછું પ્રસ્થાપિત થયું. તેઓ વિચારવા લાગ્યા કે હું નહીં હોઉં તો હરણબાળ નું શું થશે અને તેને કેવી રીતે સાચવવું. આ અધ્યાયમાં આપણને મોહ કેવી રીતે થઈ જાય છે તેનું બહુ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આવા મોહને કારણે ભરતજીનો મૃગ યોનિમાં જન્મ થયો. પોતે આગળ કરેલી ભગવદ્ ભક્તિ ના કારણે તેમને પાછલા જન્મની સ્મૃતિ રહી અને એટલે સમજી શક્યા કે એમણે કેવા પ્રકારની ભૂલો કરી છે. મૃગ બનીને તેઓ પાછા પુલહાશ્રમ જ આવ્યા અને ત્યારબાદ થોડા સમય પછી તેમણે પોતાના શરીરનું ગંડકી નદીમાં વિસર્જન કર્યું.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 5 Adhyay 8
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.